ગુજરાતી ભાષામાં અંગ્રેજી બોલતા શીખો.
Learn to speak English in Gujarati.

ગુજરાતી ભાષામાં અંગ્રેજી બોલતા શીખો. udemy course free download
Learn to speak English in Gujarati.
દરેક ગુજરાતીને મારા પ્રણામ, જય જય ગરવી ગુજરાત!
ભારત દેશમાં અને દુનિયાના દરેક ખૂણે વસતાં ગુજરાતીઓને અંગ્રેજી બોલવામાં પડતી મુશ્કેલીઓને દુર કરવા અને એક ગુજરાતી તરીકે દરેક ગુજરાતીને મદદરૂપ થવા આ એક નમ્ર પ્રયન્ત છે.
આ ઓનલાઈન કોર્ષ એક નાની પરંતુ મજબુત શરૂઆત છે. મારા અંગ્રેજી શિક્ષક તરીકેનાં ૨૦થી વધુ વર્ષોની કારકિર્દીમાં, "મારે અંગ્રેજી બોલતા શીખવું હોય તો તેના માટે શું કરવું?" એ મને લગભગ દરરોજ પુછાએલો પ્રશ્ન છે.
મેં અંગ્રેજી શિખડાવવા માટે ટેક્નોલોજી દ્વારા કમ્પ્યુટર સૉફ્ટવેર, મોબાઈલ એપ્લિકેશન અને ગૂગલ વોઈસ આસ્સિસટંટની પણ એપ્લીકેશન બનાવી સમાજ ઉપયોગી થવાનો પ્રયન્ત કરેલ છે.
આ ઉપરાંત, સમાજને કઈક નવું અને નક્કર આપવા માટે આ ફ્રી ઓનલાઈન કોર્ષ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
આ એક બેઝીક કોર્ષ છે જે અંગ્રેજી ભાષામાં બોલવાનું શરૂ કરવા માટે છે. આ કોર્ષ બાદ બીજા અભ્યાસક્રમો આપના સુચનો અનુસાર ક્રમશઃ બનાવીશુ.
આશા રાખું છું કે અંગ્રેજી બોલવા માટેના પ્રયત્નમાં હું મારા ગુજરાતી ભાઈઓ તથા બહેનોને થોડા-ઘણા અંશે કઈક યોગદાન આપી શકીશ.
ડૉ. દિપક મશરૂ